ગુજરાત
News of Thursday, 19th July 2018

અંબાજીમાંય ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો

બેચરાજીમાં બે ઇંચથી વધુ વરસાદ

         અમદાવાદ,તા. ૧૯ : ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં એટલી હદે ધોધમાર અને તોફાની વરસાદ વરસ્યો હતો કે, રસ્તાઓ જાણે નદીઓ બન્યા હતા અને રસ્તાઓ પર વરસાદના પાણી ધસમસતા પ્રવાહ સાથે વહેતા હતા, જેમાં સ્થાનિક વેપારીઓ-ફેરિયાઓની લારીઓ અને કેટલીક મહિલાઓ પણ તણાઇ હતી. જો કે, મહિલાઓને સ્થાનિક લોકોએ પાણીમાં તણાતાં પકડીને બચાવી લીધી હતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અંબાજી ઉપરાંત ધાર્મિક સ્થળ બેચરાજીમાં પણ બે ઇંચથી વધુ વરસાદ થયો હતો.

(8:40 pm IST)