ગુજરાત
News of Thursday, 19th July 2018

મોડાસામાં ચેકીંગ કામગીરી દરમ્યાન 552 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

મોડાસા: નગરમાં પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. નગરજનોને આગામી સ્વાતંત્ર્ય પર્વે પર્યાવરણ માટે ખતરારૃપ પ્રતિબંધીત પ્લાસ્ટીકથી આઝાદી અપાવવા નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે.ત્યારે આ ઝુંબેશના ભાગરૃપે હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન ઝડપી પડાયેલ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ૫૫૨ કીલો જથ્થો જપ્ત કરાયો હતો. પાલિકાની ચેકીંગ કાર્યવાહીથી ખાનગીમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓ ફફડી ઉઠયા હતા.

મોડાસા નગરપાલિકા દ્વારા નગરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરતા હાથ લારીવાળાઓ, ચાની કીટલીવાળાઓથી માંડી મોટા વેપારીઓ સામે  ચેકીંગ હાથ ધરાયું છે.નગરને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના સંકલ્પ ના ભાગરૃપે ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ત્યારે નગરમાં આવા પ્રતિબંધીત પ્લાસ્ટીકના વપરાશ સામે હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન મળી આવેલ જથ્થો જપ્ત કરાયો હતોે.

(5:25 pm IST)