ગુજરાત
News of Thursday, 19th July 2018

વડોદરામાં ગર્લ્સ કોલેજ નજીક તમંચા સાથે એકની ધરપકડ

વડોદરા:શહેરના નિઝામપુરા ગર્લ્સ કોલેજ પાસેથી શહેર પોલીસ પી.સી.બી શાખાએ બે તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

વડોદરા શહેર પોલીસની પીસીબી શાખાનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને માહિતી મળી હતી કે એક શંકાસ્પદ ઈસમ નિઝમપુરા ગર્લ્સ કોલેજ પાસે ઉભો છે.

પોલીસે તેની પાસે જઈને પૂછપરછ કરતા તેને પોતાનું નામ શૈલેન્દ્ર ગુપ્તા જણાવ્યું હતું અને મૂળ યુપીનો રહેવાસી હોવાનું તેમજ હાલ સંકરદા પાસેની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં નોકરી કરતો હોવાની વિગતો આપી હતી.

પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી બે દેશી બનાવટના તમંચા મળી આવ્યા હતા. જે તમંચા વિશે પૂછતાં આ તમંચા વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની આર્મ્સ એકટના ગુન્હામાં ધરપકડ કરી તમંચો ખરીદનાર શખ્સ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)