ગુજરાત
News of Thursday, 19th July 2018

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીએ યુવતીની છેડતી કરતા ફરિયાદ

વડોદરા:શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી શાનેન સ્કુલના માધ્યમિક વિભાગની એક વિદ્યાર્થીનીની  શાળામાં તેના જ ક્લાસના વિદ્યાર્થીઓએ છેડતી કરતા વિદ્યાર્થિનીના વાલીએ આ બનાવની ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. આજે હેલ્પલાઈનના કાઉન્સિલરોએ શાળામાં તપાસ કરી હતી અને છેડતી કરનાર પાંચ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને મળ્યા હતા.

વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓએ આ બનાવ અંગે માફી માંગી હવે આ ઘટનાનું પુનરાવર્તન નહી થાય તેવી લેખિત ખાત્રી આપતા વિદ્યાર્થિનીના વાલીએ ફરિયાદ કરવાની ના પાડી હતી જેના પગલે મામલો થાળે પડયો હતો.

ફતેગંજ વિસ્તારમાં રહેતી કિશોરી ફતેગંજ વિસ્તારની શાનેન સ્કુલના માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરે છે. ત્રણ દિવસ અગાઉ વિદ્યાર્થિનીની તેના જ કલાસમાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓએ શારીરિક છેડછાડ કરી છેડતી હતી. આ છેડતીના પગલે વિદ્યાર્થીની ડઘાઈ ગઈ હતી અને તેણે આ બનાવની ઘરે જાણ કરી હતી.

(5:19 pm IST)