ગુજરાત
News of Thursday, 19th July 2018

રાજ્યમાં રોગચાળાની દહેશત પહેલા આરોગ્ય વિભાગ એલર્ટ :સર્વેલન્સની કામગીરી ચાલુ :દવાઓનો પૂરતો જથ્થો : હેલ્થ કમિશનર જયંતિ રવિ

મોબાઈલ વાન શરુ કરાઈ :મેલેરિયાને અટકવવા દવાનો છંટકાવ થશે : તમામ જિલ્લામાં ફિમેલે પેરામિડિક્સ અને મીડિક્સની 500 જેટલી ટીમ કાર્યરત

અમદાવાદ :રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યુ છે ત્યારે રોગચાળાની દહેશત પહેલા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે અને રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિએ કહ્યુ છે કે, આરોગ્ય ખાતા દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. દવાઓનો પૂરતો જથ્થો છે.મોબાઈલ વાન પણ શરૂ કરવામાં આવી છે.

  હેલ્થ વિભાગે જો કોઈ જિલ્લામાં વધુ ટીમની જરૂર હશે અને માંગવામા આવશે. તો ટીમનો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.મેલેરિયાનો રોગચાળો ન ફેલયા તે માટે દવાનો છંટકાવ કરાશે. તમામ જિલ્લામાં ફિમેલે પેરામિડિક્સ અને મીડિક્સની 500 જેટલી ટીમ છે.

(2:10 pm IST)