ગુજરાત
News of Thursday, 19th July 2018

મધ્યગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :વડોદરામાં 4 ઇંચ,બોડેલીમાં 2 ઇંચ,આણંદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો

મધ્યગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :વડોદરામાં 4 ઇંચ,બોડેલીમાં 2 ઇંચ,આણંદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો

વડોદરા :આજે વહેલી સવારથી મધ્યગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વડોદરા શહેરમાં સવારે 8 થી 10 દરમિયાન 4 ઇંચ જેવો ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તરોમાં પાણી ભરાયા છે વડોદરા જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ, આણંદમાં વરસાદ પડી રહ્યો છે

 સવારે 8 થી 10 દરમિયાન વડોદરામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કપરાપાડામાં પોણા 2 ઇંચ વરસાદ અને છોટાઉદેપુરમાં બાડોલીમાં 2 કલાકમાં 2ઇંચ અને આણંદમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે વડોદરા જિલ્લામાં પડી રહેલા વરસાદ કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાઇ જતાં વાહનો ફસાઇ ગયા હતા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.


  મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં અતિભારે વરસાદ વરસી શકે છે. કિનારાના ગામોના લોકોને સાવચેત કરાયા છે. જો કે હજુ પણ આવનાર સમયમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે. .

(11:32 am IST)