ગુજરાત
News of Thursday, 19th July 2018

વડોદરામાં વહેલી સવારે બારે મેઘ ખાંગા:ત્રણ કલાકમાં ચાર ઇંચ ખાબક્યો :સીટી બસ બંધ

અલ્કાપુરી નાલામાં ગોઠણડૂબ પાણી: ન્યાય મંદિર, લહેરીપુર, ગેટથી માંડવી સુધીનો રસ્તો પાણીમાં ડુબ્યો

વડોદરામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો છે અનરાધાર વરસાદને કારણે નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વડોદરામાં છેલ્લા ત્રણ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયા છે  વડોદરામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયુ હતું. અને સિટી બસ સેવા પણ બંધ કરવામાં આવી હતી.


   વડોદરા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયુ હતું. અને સિટી બસ સેવા પણ બંધ કરાઈ છે જયારે ન્યાય મંદિર, લહેરીપુર, ગેટથી માંડવી સુધીનો રસ્તો પાણીમાં ડુબ્યો હતો.

(11:17 am IST)