ગુજરાત
News of Thursday, 19th July 2018

ગુજરાતમાં જ હવે પોપર્સ ઉપર પણ પ્રતિબંધ લદાયો

અમદાવાદ :ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ આવવાની સાથે જ હવે પોપર્સ પર પણ પ્રતિબંધ લદાયો છે. પર્યાવરણ વિભાગનું માનવું છે કે પાર્ટી પોપર્સ કોઈપણ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગે લગ્ન પ્રસન્ગમ વપરાતા પાર્ટી પોપર્સ એટલે કે લાંબી સ્ટિક જેને તળિયાના ભાગેથી ગોળ ફેરવવામાં આવે તો સ્ટિકમાં રહેલો ફટાકડો ફૂટે છે અને બીજા છેડાથી પ્લાસ્ટિકના શાઈની ટુકડાઓ હવામાં ફેંકાય છે.

(8:42 pm IST)