ગુજરાત
News of Saturday, 19th June 2021

સાંજ સુધીમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ : કચ્છના અંજારમાં સૌથી વધુ પાંચ ઈંચ ખાબક્યો

માંગરોળમાં 4 ઈંચ, ગાંધીધામમાં 3 ઈંચ, થાનગઢમાં 2.9 ઈંચ, મેંદરડામાં 2.5 ઈંચ, ધોરાજીમાં 2.5 ઇંચ , ઉમરપાડામાં 2.4 ઈંચ,ગઢડામાં 2.3 ઈંચ, રાજકોટમાં 2.1 ઈંચ, માળિયામાં 2 ઈંચ વરસાદ

અમદાવાદ : આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 2.5 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 2.5, સુરતના ઉમરપાડામાં 2.4 ઈંચ, બોટાદના ગઢડામાં 2.3 ઈંચ, રાજકોટમાં 2.1 ઈંચ, જૂનાગઢના માળિયામાં 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ અને મહેસાણાના કડી માં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

(9:08 pm IST)