ગુજરાત
News of Saturday, 19th June 2021

અમદાવાદ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય: અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યા

અમદાવાદ : રાજ્યમાં હવે વરસાદી માહોલ સતત જામી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે જેથી અમદાવાદ, સુરત, આણંદ સહિતના વિસ્તારોમાં તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સતત વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજ રોજ શનિવારના અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. શનિ-રવિ એમ બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદ વરસશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે.

(12:37 pm IST)