ગુજરાત
News of Saturday, 19th June 2021

ઝઘડીયાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક આંકડાના સટ્ટા બેટિંગના જુગાર રમતા ત્રણ ઝડપાયા

ભરૂચ એલસીબીની ટીમે રેઇડ પાડી ૨૦, ૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક ભરૂચ એલસીબીની ટીમે રેઇડ પાડતા આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા ત્રણ આરોપીઓને રૂપિયા ૨૦, ૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા વિસ્તારમાં આંકડાના સટ્ટા બેટિંગના જુગાર રમતા મહેશ વસાવા રહે.રાજપારડી, મહેશભાઇ બચુ વસાવા રહે.રાજપારડી,રાજેશ વસાવા રહે.રાયસીંગપુરા તા.ઝઘડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આરોપી તોફિક દિવાન રહે.રાજપારડીને વોન્ટેડ જાહેર કરાયો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 20 હજારથી વધુની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:35 pm IST)