ગુજરાત
News of Saturday, 19th June 2021

વડોદરાના દાંડીયા બજાર વિસ્તારમાંથી ભારતીય બનાવટના બીયરના ટીન સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરુચ શહેર "એ" ડીવીઝન પોલીસ: મકાનમાં સંતાડી રાખેલ બીયરના ટીન નંગ ૧૯૨ કિંમત રૂા. ૨૯૯૪૦નો મુદ્દામાલ કબ્જે

ભરુચ: પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રોહીબીશન અને જુગાર ડ્રાઈવ મેસેજ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા ભરુચ પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં પ્રોહીબીશન – જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો ઉપર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક ભરુચના માર્ગદર્શન હેઠળ ભરુચ શહેર એ ડીવીઝન પો. સ્ટે.ના પો.ઈ. તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ નાઈટ પેટ્રોલિંગમાં મળેલ બાતમીના આધારે દાંડીયા બજાર લોઢવાડનો ટેકરા ખાતે આવેલ મકાનમાં સંતાડી રાખેલ બીયરના ટીન નંગ ૧૯૨ કિંમત રૂા. ૨૯૯૪૦નો મુદ્દામાલ કબ્જે કરી બિયરના ટીનનો જથ્થો સંતાડી રાખનાર દાંડીયાબજાર લોઢાવાડના ટેકરા ખાતે રહેતા પ્રવિણ હરજીભાઈ મકવાણાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:33 am IST)