ગુજરાત
News of Friday, 18th June 2021

જન્મદિવસની ઉજવણીમાં બેદરકાર બન્યા નેતા :સાંસદ કિરીટ સોલંકીએ પોલીસ મથકમાં ઉજવ્યો જન્મદિવસ !

ઉજવણીમાં પોલીસ અધિકારી અને ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા: ના માસ્ક કે ના સોશ્યલ ડિસ્ટન્સ !

અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ભાજપના ઉચ્ચ શિક્ષિત નેતા ડો. કિરીટ સોલંકી તેમના જન્મ દિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યા હતા. અમદાવાદ પશ્ચિમના સાંસદ અને સમાજના એક જવાબદાર વ્યક્તિ કે જેના માથે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી છે તે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરી અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી વિવાદમાં આવ્યા છે. આ ઉજવણીમાં પોલીસ અધિકારી અને ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ઉજવણીમાં કોઈએ ન માસ્ક પહેર્યુ હતું. ન ડિસ્ટન્સ જાળવ્યું હતું. જયારે સૌથી મહત્વનો સવાલ પોલીસ સ્ટેશનમાં ઉજવણી કેમ કરી ?

અમદાવાદ ગોમતીપુર પોલીસ મથકના જવાબદાર પોલીસકર્મી કે જેના માથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે અને સામાન્ય નાગરિક પાસે દરરોજ સાંજે 7 કલાક બાદ કડકાઈ થી વેપારીઓ પડશે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવે છે તે પણ મંત્રજીના જન્મ દિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈન્સ અને નીતિ નિયમોને બાજુએ મૂકી જોડાઈ ગયા હતા. કોરોનાની ગાઈડલાઈન ભાજપના સત્તાધીશોના દરવાજે કાગળ પરનો વાઘ જ સાબિત થયા છે.

(12:06 am IST)