ગુજરાત
News of Wednesday, 19th June 2019

બનાસકાંઠા: વાવના કુડાળીયા ગામે વીજળી પડતા 120 જેટલા ઘેટા બકરાઓના મોત:પંથકમાં ચકચાર

પશુપાલક પર આભ ફાટ્યું;વરસાદી આફતથી ભારે નુકશાન

 

બનાસકાંઠા જિલ્લાના વાવના કુડાળીયા ગામમાં વિજળી પડતા 20 જેટલા ઘેટા બકરાઓના મોત થતા પંથકમાં ચકચાર મચી છે. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ક્યાંક વાવઝોડા અને પવન સાથે પડી રહેલા વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાઇ થવાની ઘટનાઓ બની હતી.

 મળતી વિગત મુજબ વીજળી પડવાને કારણે વાવના કુડાળીયા ગામે રબારી વાલાભાઇ સેધાભાઇની બકરીઓના મોત થવાની ઘટના સામે આવી હતી. પશુપાલક પર આભ ફાટ્યું હતું. અને પશુપાલકમાંથી રોજગારી મેળવતા રબારી વાલાભાઇ સોધાસાભઇ નોઘારા થઇ ગયા હતા. કુદરતી આફતને કારણે 120 જેટલા ઘેટા-બકરાઓના મોત થયા છે.

   છેલ્લા બે દિવસથી વાયુ વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા, સાબરકાંઠા, સહિત પાટણમાં પણ જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર 1.6 ઇંચ જ્યારે સૌથી વધુ દાંતામાં 2.08 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અંબાજીમાં પણ બુધવારે સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદી આફતમાં પશુપાલકોને ભારે નુકશાન થઇ રહ્યું છે

(12:02 am IST)