ગુજરાત
News of Wednesday, 19th June 2019

મોડી રાત્રે અમદાવાદમાં ગર્લ્સ PGના મકાનમાં યુવકે ઘૂસીને યુવતી સાથે અશ્લીલ હરકત કરી

કાઉચ પર ઉંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કર્યા;ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદના પીજીમાં અડધી રાત્રે એક યુવક ઘૂસીને યુવતીના રૂમમાં ધસી આવ્યો હતો. આ યુવક યુવતીના રૂમમાં પ્રવેશીને શારીરિક અડપલાં કર્યા હતા.

   આ સમગ્ર ઘટના પીજીમાં લાગેલા CCTVમાં કેદ થઇ હતા. આ ઘટનામાં છેડતી કરનાર શખ્સ ડિલિવરી બોય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરામાં વિકૃત યુવકે શારીરિક અડપલાં કરી પકડાઇ જવાના બીકે ફરાર થઇ ગયો હતો.

સીજી રોડ પર આવેલા PGમાં એક યુવકના ખરાબ કામ CCTVમાં કેદ થઈ ગયા છે. આ વ્યક્તિ 14 જૂને રાત્રે લગભગ 12.50 વાગે પીજીમાં ધાબા પરથી ધૂસે છે. પીળી ટીશર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને દરવાજો ખોલે છે. તેણે ચેક કર્યું કે કોઇ તેને જોતું તો નથીને, પછી તેણે કાઉચ પર ઉંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કર્યા હતા. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઇ હતી.

(1:29 pm IST)