ગુજરાત
News of Wednesday, 19th June 2019

વડોદરામાં સિટી બસના સંચાલકે વિધાર્થીઓ માટે નજીવા દરે બસ સેવા શરૂ :અનોખો પ્રયોગ

અકોટાથી સલાટવાડા સુધી બસ શરૂ: દરમહિને પાસ લેવાના રહેશે

વડોદરામાં સિટી બસના સંચાલકે વિધાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી છે. જે આખાયે ગુજરાતમાં એક નવતર પ્રયોગ છે. વિનાયક સિટી બસ સેવાના સંચાલકે સ્કુલના વિધાર્થીઓ માટે નજીવા દરે આ બસ સેવા શરૂ કરી છે.

  જાણવા મળ્યા મુજબ એમ સી હાઈસ્કુલના 35 વિધાર્થીઓ માટે અકોટાથી સલાટવાડા સુધી બસ શરૂ કરાઈ છે. જેમાં વિધાર્થીઓને જ બેસવા માટે સીટ હશે તેમજ વિધાર્થીઓને દર માસના પાસ લેવાનો રહેશે. જેમાં માસિક પાસની કિંમત 135 થી 300 રૂપિયા સુધી ભાડુ રહેશે. તેની સામે ખાનગી સ્કુલ વાનના 500 થી 700 રૂપિયા ભાડુ હોય છે.

(9:39 pm IST)