ગુજરાત
News of Wednesday, 19th June 2019

સુરતમાં કતારગામ વિસ્‍તારમાં એસીની ચોરી કરતુ દંપત્તિ સીસીટીવીમાં કેદ

સુરતઃશહેરમાં ચોરીની વારદાતને અંજામ આપતો કિસ્સો ઘટનાની નજીકમાં લાગેલ સીસીટીવીમાં કે થયો હતો જેમાં કતારગામ વિસ્તારમાં આવેલા અશોકનગરની સામેની ગલીમાં ધનમોરા ખાતે જલમંગલ કુલ પોઈન્ટ નામે એસી રિપેરીંગની દુકાનની બહાર કસ્ટમર રાજેશભાઈ ભીંગરાડીયાનું રિપેરિંગનું મિત્સુબીસી કંપનીનું હેવી ડ્યુટી દોઢ ટનનું એસી અંદાજે 30 હજારની કિમતનું પતિ પત્નીએ ગત 29મીમેના રાત્રે ચોરેલું જે સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નકાબ પહેરીને ચોરી કરવા માટે ગોવિંદભાઈ પીપળીયા અને તેમની પત્ની મુક્તાબેન ભૂપતભાઈ પપીળીયા ચોરી કરવા માટે આવ્યા હતા પતી-પત્ની મોં પર રૂમાલ બાંધીને મોપેડ પર આવ્યાં હતાં. એક વાર પત્નીને દુકાન પર મુકીને ક્યાંક જતાં સીસીટીવીમાં દેખાય છે. તેઓએ એસીને દુકાનમાંથી ઉઠાવીને પરત મુક્યાનું પણ કેમેરામાં કેદ થયું હતું. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)