તારાપુર ખાતે પોલીસે દરોડા પડી દારૂ સહિત પોણા લાખનો મુદ્દમાલ ઝડપ્યો
આણંદ: પેરોલ ફર્લો સ્ક્વોડે તારાપુર ખાતે દરોડો પાડીને એક શખ્સને બીયરના ૧૨ ટીન તથા બે એક્ટીવા સહિત કુલ ૭૧૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
તારાપુરમાં પેટ્રોલીંગ કરી રહેલા પેરોલ ફર્લો સ્ક્વોડે એક્ટીવા પર બેઠેલા ચેતનભાઈ ચંદુભાઈ વાલ્મીકને ઝડપી પાડીને તલાશી લેતાં બીયરની ત્રણ બોટલો મળી આવી હતી. બાજુમાં પાર્ક કરેલા એક્ટીવામાંથી પણ બે બોટલો મળી આવતાં પકડાયેલા ચેતનભાઈની પુછપરછ કરતાં બીયરની બીજી બોટલો ઘરમાં સંતાડેલી હોવાની કબુલાત કરતાં પોલીસે ત્યાંથી પણ સાત બોટલો જપ્ત કરી હતી. આ બીયરનો જથ્થો ૧૫ દિવસ પહેલાં રતનસિંહ મારવાડી આપી ગયો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. વાસદ પોલીસને હકિકત મળી હતી કે, મોગર ગામે રહેતો મહેશભાઈ રમણભાઈ સોલંકી પ્લાસ્ટીકની ફેક્ટરીની પાછળ આવેલી ખેતરની વાડના ઓથે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારતાં મહેશભાઈ કેળના પાકમાં સંતાઈને ફરાર થઈ ગયો હતો. પોલીસને જુદી-જુદી બનાવટની ૧૨૦ બોટલ વિદેશી દારૂની તેમજ તાડી મળી આવતાં વિદેશી દારૂ તથા તાડીનો કુલ ૫૦૪૦૦ની કિંમતનો જથ્થો જપ્ત કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.