ગુજરાત
News of Tuesday, 19th June 2018

આજે - કાલે ભાજપ ધાક - ધમકી - સત્તાનો દુરૂપયોગ ન કરે તે માટે મુ.સચિવ - DGPને કોંગ્રેસનો પત્ર

પ્રમુખ - ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપ ધમકી અને સત્તાનો ડર બતાવે છે

અમદાવાદ તા. ૧૯ : જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રસે માંગણી કરી છે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરીને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરતો પત્ર મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનર અને રાજયના પોલીસ વડાને લખ્યો છે.ઙ્ગ જેમાં ૧૯ અને ૨૦ જૂને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માગ સાથે ભાજપ પર આક્ષેપ કર્યા છે.ઙ્ગઙ્ગ

ઙ્ગ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ભાજપ સરકાર ધાકધમકી અને સત્તાનો દુરૂપયોગ કરી રહી છે.ઙ્ગ જિલ્લા અને તાલુકા પંચાયતોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.ઙ્ગ જેથી ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે. મહત્વનું છે કે, તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. તેવામાં કોંગ્રેસને આશંકા છે કે, તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયત પણ ભાજપ છીનવી ન લે તે માટે કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. (૨૧.૧૪)

(1:13 pm IST)