ગુજરાત
News of Sunday, 19th May 2019

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા શ્રમજીવી મહિલાનું મોત

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામી રહેલ ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી એક મહિલા નીચે પટકાઈ હતી. જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

  .આબનાવની જાણ થતા જ ભરૂચ સી-ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.હાલતો આ મહિલા શ્રમજીવી પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે.

(6:10 pm IST)