ગુજરાત
News of Sunday, 19th May 2019

અમદાવાદમાં કોઇની નંબર પ્‍લેટ લગાડી ફરવાના રેકેટનો પર્દાફાશ : કાર માલિકને ઘેર ઇ-મેમો જતા કાર માલિકને જાણ થઇ : પોતાની કારનો નંર બીજાએ લગાવ્‍યો છે : પોલીસ ફરીયાદ બાદ ખોટી નંબર પ્‍લેટ લગારનારની ધરપકડ કરાઇ

અમદાવાદ: વાહનની નંબર પ્લેટમાં ગોલમાલ કર્યા હોવાની ઘટના સામે આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ લગાવી દીધી હતી. જેની જાણ ઇ-મેમોને લીધે થતાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

હાલ અમદાવાદમાં HSRP નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવાની કામગારી ચાલી રહી છે. આવામાં એક ઇ-મેમોને લીધે નંબર પ્લેટમાં ગોલમાલ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ પોતાની કારમાં લગાડી હતી. ઘરે ઇ-મેમો આવ્યા બાદ મૂળ કાર માલિકને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

ઘરે કારનો ઇ-મેમો આવતાં કારના માલિકને જાણ થઇ હતી કે તની કારની નંબર પ્લેટનો બીજી જ કોઇ કારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ મૂળ કારચાલકે આ અંગે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

(1:46 pm IST)