ગુજરાત
News of Sunday, 19th May 2019

અમદાવાદના બિટકોઇને બ્રોકર ભરત પટેલે કરી આત્‍મહત્‍યા : સ્‍યુસાઇટનોટમાં DYSP સામે માનસિક ત્રાસના આરોપો કર્યા છે જો કે DYSPએ આરોપો નકાર્યા : સ્‍યુસાઇટ નોટના બીજા નામ મોન્‍ટુ સવાણી તેમનો ભાઇ હોવાનો એકારાર કર્યો : પોલીસે ફરીયાદ નોંધી સ્‍યુુસઇડ નોટ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી : ગુન્‍હો ન નોંધાય ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારવાનો પરિવારનો ઇન્‍કાર

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં એક બિટકોઇન બ્રોકરે આત્મહત્યા કરી છે. ભરત પટેલ નામના બ્રોકરે પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. સાથે જ બ્રોકરે લખેલી સ્યુસાઇડ નોટમાં DySP ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કરાયો છે.

સ્યુસાઇડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સવાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. જ્યારે તેઓ 11575 બિટકોઇનના હિસાબ બાબતે ત્રાસ આપતાં હોવાનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

આ અંગે ચિરાગ સવાણીએ ટેલિફોનિક વાત દરમિયાન આરોપો નકાર્યા છે. પરંતુ મોન્ટુ સવાણી તેમનો ભાઇ હોવાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત સ્યુસાઇટ નોટમાં મોન્ટુ સવાણીનો પણ ઉલ્લેખ કરાયો છે. હાલ આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી સ્યુસાઇડ નોટ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

સાથે જ પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો ઇનકાર કાર્યો છે. તેમનું કહેવું છે કે, મીડિયા અને જવાબદાર અધિકારી સામે જ મોબાઈલ અને લેપટોપ આપીશું. ઉપરાંત જવાબદાર લોકો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

ઉપરાંત મૃતકના પુત્ર દીપ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ટેન્શનમાં હતા. ચિરાગભાઇ અને મોન્ટુભાઇ તેમની સાથે રોકાણ કર્યું હતું. તેઓ ખોટી રીતે માગણી કરતાં હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતાં. જેના લીધે મારા પિતાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

(1:46 pm IST)