કલોલમાં યુવકને જબરદસ્તી બાઈક પર બેસાડી ઢોર માર મારનાર નવ વિરુદ્ધ ગુનો દાખલ
કલોલ:કલોલના નવજીવન મીલ કંપાઉન્ડમાંથી યુવકને જબરજસ્તી બાઈક પર બેસાડી ઈસંડ રોડ પાસેના નેળીયામાં લઈ જઈ લાકડીઓ અને ધોકાથી માર મારનાર નવ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
કલોલ પૂર્વમાં માધુપુરા રોડ પર આવેલી પીપળીવાળી ચાલીમાં રહેતો દિપક રમેશભાઈ ડાભી તા.૧પ મેની સાંજે નવજીવન શોપીંગ સેન્ટરમાં હતોતે વખતે છત્રાલમાં રહેતો રીકેશ વાઘેલા, રાજેશ વાઘેલા અને કલોલના કૌશિક પરમાર અને પૂર્વમાં આવેલી જીગરજ્યોત સોસાયટીમાં રહેતો કુલદીપ જાદવનાઓએ દિપકને જબરજસ્તી બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતા.
ત્યારબાદ ઓળા ચોકડીથી વાઘેલા જગદીશ રહે.ગાયત્રી સો.રેલ્વે પૂર્વ, જીગર પરમાર રહે.ગુજરાત હાઉસીંગ રેલ્વે પૂર્વ અને લીંકન રહે.ગુજરાત હાઉસીંગ રેલ્વે પૂર્વ સાથે આવ્યા હતા અને ઈસંડ પાસે આવેા નેળીયામાં લઈ જઈ આ સાતેય શખ્સોએ લાકડીઓ અને ધોકાઓથી માર મારી યુવકનું બાઈક તથા મોબાઈલ ફોન પડાવી લીધો હતો. ત્યારબાદ છત્રાલના રમેશ હીરાભાઈ વાઘેલા અને ક્રિષ્નાભાઈ હરીભાઈ વાઘેલાએ પણ ગદડાપાટુનો માર માર્યો હતો.