ગુજરાત
News of Saturday, 19th May 2018

અમદાવાદના નારોલમાં મહિલાને લૂંટીને ભાગતા યુવકને લોકોએ ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત

ACP સહિતના પોલીસ અધિકારીઓ એલ.જી.હોસ્પિટલ ખાતે પહોંચી ગયા

અમદાવાદના નારોલમાં મહિલાને લૂંટીને ભાગવા જતા શખ્શને લોકોએ પકડી પાડ્યો હતો અને તેને ઢોર માર માર્યો હતો. જે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

  ઘટનાની વિગત મુજબ એક મહિલા જઈ રહી હતી. તે દરમિયાન એક લૂંટારૂએ મહિલા પાસેથી લૂંટ ચલાવી હતી. જે ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લૂંટારૂ શખ્સને ઝડપી પાડ્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તેને ઢોર માર માર્યો હતો. જેમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

   આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ACP સહિતના પોલીસ અધિકારીઓ એલ.જી.હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

(12:12 pm IST)