ગુજરાત
News of Saturday, 19th May 2018

સાંખ્યયોગી લીલાબાની નિશ્રામાં અમદાવાદ ખાતે શ્રી સત્સંગિજીવન કથા પારાયણ કથાના વ્યાસપદે સાં.યો.રેખાબેન (નાના) તા.૨૬ના રોજ ૨-૩૦ કલાકે મહિલા મંડળો દ્વારા સમૂહ વધામણાના ગીતો

અમદાવાદનરનારાયણ દેવની ભૂમિ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં, પવિત્ર અધિક પુરુષત્તમ માસમાં, સાં.યો.લીલાબાના દિવ્ય પ્રેરણાત્મક આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, દાનેવ પાર્ક અમદાવાદ સંચાલિત આત્મીય મહિલા મંડળ અેવમ્ હરિકૃષ્ણ યુવતી મંડળ આયોજીત, સાં.યો. શ્રી લીલાબાના શિષ્યા શ્રી  સાં.યો. રેખાબેન (નાના)ના વ્યાસ પદે, આગામી તા. ૨૭-  રવિવાર થી તા.૩૧ દરમ્યાન  અધિક માસમાં, બહેનો દિકરીઓને વિશેષ ભક્તિનું બળ મળે, જીવન ઘડતર થાય તથા શુભ સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથા પારાયણ, શુકન ચાર રસ્તા, નિકોલ નરોડા રોડ પર રાજહંસ સિનેમા પાસે કૃશ્ના ફાર્મમાં રાખેલ છે.

તા.૨૬-૫ શનિવારના રોજ બપોરે ૨-૩૦ કલાકે સ્વા. મહિલા મંદિર દાનેવ પાર્ક ખાતે તમામ મહિલા મંડળો  દ્વારા વધામણાના ગીતોનો કાર્યક્રમ રાખેલ છે.

તા.૨૭ રવિવારના રોજ રીટાબેન સોડવડિયાના નિવાસ સ્થાન ( કર્ણાવતી સોસાયટી સામેથી ) કથાસ્થાન સુધી ભવ્ય પોથી-શોભાયાત્રા નીકળશે અને સાં.યો.લીલા બા અને સાં.યો. કાંતાબેન તથા યજમાનશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય તથા પોથીજીનું પૂજન અને લીલાબાનું મંગળ પ્રવચન તા.૨૮ સોમવાર ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. તા.૨૯ મંગળવાર નિલકંઠ ભગવાનનો વનપ્રવેશોત્સવ ઉજવાશે અને તેજ રાતે  શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, દાનેવ પાર્કની બાલિકા અને કુમારિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્મ યોજાશે. તા.૩૦ બુધવાર સહજાનંદ સ્વામી ગાદી અભિષેક અને રાતે ઠાકરથાળી-સમૂહ રાસ

તા.૩૧ ગુરુવાર હિંડોળા ઉત્સવ અને પૂર્ણાહૂતિ

     દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૬-૩૦ અને રાતે ૯ થી ૧૧-૩૦ રહેશે.

 તા.-૬ શુક્રવારના રોજ સવારે ૮ થી ૪ કલાક સુધી હરિયાગ-યજ્ઞ  યોજાશે. સાથે રસોડું પુરવાની વિધિ પણ રાખેલ છે. તો આ કથામૃતનું રસપાન કરવા માટે તેમજ દર્શન પૂજન કરવાનો અલભ્ય લાભ લેવા માટે ખાસ પધારવા ભાવભર્યું મંત્રણ આપવામાં આવે છે તેમ પાર્ષદ માયાબેનની યાદીમાં જણાવાયું છે.

(12:10 pm IST)