ગુજરાત
News of Monday, 19th April 2021

કોરોનાના કપરા કાળમાં એકલા અટૂલા રહેતા ગુજરાતના સિનિયર સિટીઝનોની દેખભાળ રાખી રોજિંદી નાની મોટી જરૂરિયાતો પૂરી પાડવાનું પ્રેરણારૂપ કાર્ય કરતા ગુજરાત પોલીસના કર્મનિષ્ઠ જવાનો : ગુજરાતમાં ૪૬૦૦૦ થી વધુ એકલા રહેતા નાગરિકોની નોંધ પોલીસે કરી તેમની દેખભાળ માટે મહાનગરોમાં "સી ટિમ" રચના પણ કરી છે

ગાંધીનગર : રાજયભરમાં COVID-19 થી અનેક લોકો સંક્રમિત છે. એવા વખતે રાજ્યભરમાં જે વરિષ્ર નાગરિકો એકલાં રહેતાં હોય છે તેમને દેખભાળના અભાવે કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા એક હકરાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા આવા વરિષ્ર નાગરિકોનો રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરીને તેમની મુશ્કેલી અથવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.

અગાઉ, રાજ્ય પોલીસ વડાશ્રી આશીષ ભાટિયા કારા તમામ પોલીસ સ્ટેશનને તેમના વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વરિષ્ઠ નાગરિકોની નોધણી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં તેમના સંપર્ક નંબર, તેમના પાડોશી/સગા-વણાલા, તેમના ઘરે કામ કરતાં લોકો અથવા વરિષ્ઠ નાગરિકો જેમના નિયમિત સંપર્કમાં આવતાં હોય તેવા લોકોની વિગતો નોંધવામાં આવી હતી. આ માટે સમગ્ર રાજ્યમાં ૧૫મી એપ્રીલ સુધીમાં ઓછામાં ઓછા ૪૨,૫૦૦ જેટલાં સીનીયર સીટીઝનની નોંધણી કરવા લક્ષ્યાંકપણ આપવામાં આવેલ હતો.

જે અનુસંધાને હાલ સુધીમાં પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ મળીને ૪૬,૫૩૦ જેટલા સીનીયર સીટીઝનની નોંધણી કરવામાં આવેલ છે. નોંધણી થયેલ વરિષ્ઠ નાગરિકોની હવે સ્થાનિક પોલીસ દ્વારા રૂબરૂ જઈને અથવા ટેલીકોનથી સંપર્ક કરીને તેમની કુશળતા બાબતે પૂછપરછ કરવામાં આવે છે. જો વરિષ્ઠ નાગરિકોને કોઈ પ્રશ્નો હોય અથવા નાની-મોટી કોઈ ચીજવસ્તુ લાવવા માટે અથવા રોજ બરોજના નાના-મોટા કામ માટે મદદની જરૂર હોય તો તે માટે પોલીસ દ્વારા જરૂરી મદદ કરવામાં આવે છે.

ખાસ કરીને હાલના કોવિડ-૧૯ના અનુસંધાને જો વરિષ્ઠ નાગરિકોને કોઈ સહાયતાની જરૂરીયાત હોય તો તે પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ માટે જે મહાનગરોમાં પોલીસની 5148 1€તાળ નામથી ઊભી કરવામાં આવેલી એક ખાસ ટીમ ઉપલબ્ધ છે, ત્યાં આવી ટીમ દ્વારા અને બાકોના જીલ્લા/શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ અને પેટ્રોલીંગ વાન દ્રારા આવા નાગરિકોની સતત મુલાકાત લેવામાં આવે છે અને તેમની જરૂરી દેખભાળ કરવામાં આવી રણી છે.

પોલીસ ક્વારા કોવીડ અનુસંધાને વધુ સઘન કામગીરી સતત ચાલુ છે. જેમાં છેલ્લા સસાહમાં પોલીસ ક્રારા થયેલ કામગીરી નીચે પ્રમાણે છે.

(8:41 pm IST)