ગુજરાત
News of Monday, 19th April 2021

ગુજરાતના કોરોના સંક્રમીત શહેરોના વેપારી અને ઔદ્યોગિક સંગઠનો સાથે સંક્રમણ નિયંત્રણ અંગે વીડિયો કોન્ફરન્સથી વિજયભાઇ રૂપાણીઍ સંવાદ કર્યો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ થયો હતો. જેમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા છે.

(5:25 pm IST)