News of Monday, 19th April 2021
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં નશો કરીને જાહેરમાં ધમાલ મચાવનાર યુવાનને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો
વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ચૂર થઈ જાહેરમાં ધાંધલ મચાવી તમાશો કરનાર ત્રણ યુવકોને પોલીસે ઝડપી પાડયા હતા.
નિઝામપુરા ચાર રસ્તા પાસે ચારથી પાંચ યુવકો યુવકો કર્ફ્યુ દરમિયાન દારૂ ઢીંચી ધમાલ કરી રહ્યા હોવાની વિગતોના પગલે પોલીસ ની ટીમ પહોંચી ગઈ હતી. પોલીસને જોતા દારૂડિયાએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્રણ જણા ઝડપાઇ ગયા હતા.
પોલીસે પૂછપરછ કરતા પકડાયેલા ઓમા (1) મહેશ ઘુડાભાઇ મકવાણા (2) રોહિત ધ્રુવ રામ આર્ય ( બંને રહે નિઝામપુરા,પહેલું ફળિયું ) અને (3) રીન્કુ સુરેન્દ્રસિંહ શેર સિંગ (રહે સેન્ટ જોસેફ સોસાયટી, નિઝામપુરા) હોવાનું ખુલ્યું હતું. પોલીસે ત્રણેયની સામે પીધેલા નો કેસ કર્યો હતો.
(5:20 pm IST)