ગુજરાત
News of Monday, 19th April 2021

કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં-તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાશે : સંક્રમિત જણાયેલ લોકોને 14 દિવસ આઇઓલેશન માં રાખવામાં આવશે :તમામ જિલ્લા કલેકટરશ્રીઓને આદેશ અપાયા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો મહત્વનો નિર્ણય

રાજકોટ તા.૧૯ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે,રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે અને ઓછા લોકો સંક્રમિત થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે ત્યારે  હાલ ચાલી રહેલા કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને  તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં*

મુખ્યમંત્રીશ્રી એ આ સંદર્ભમાં સ્પષ્ટ પણે કહ્યું કે કુંભ ના મેળામા ગયેલા  શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરશે ત્યારે તે તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટીગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હશે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમા માં રાખી ને અલગ કરવામાં આવશે*

મુખ્ય મંત્રીશ્રી એ એમ પણ જણાવ્યું કે આવા યાત્રિકો  સુપર સ્પ્રેડર ન બને તેની પણ તકેદારી  સરકાર દ્વારા રાખવામાં આવી છે અને આ હેતુસર રાજ્યના તમામ જિલ્લા કલેકટરશ્રીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે કે તેમના જિલ્લા ના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભ ના મેળામાંથી પરત આવે ત્યારે  જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ  જે નેગેટિવ હશે તેવા લોકોને જ  ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરે તેમ જણાવ્યું હતું.

(3:34 pm IST)