ગુજરાત
News of Monday, 19th April 2021

બે ફિકર :કોરોના સામે જંગ શૂ આમ જીતશુ ? : વલસાડ શાકભાજી માર્કેટમાં લોકો ઊમટી પડ્યા ----વલસાડ શાકભાજી માર્કેટ અંદર સર્જાયા ભીડના કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શાકભાજી માર્કેટ દ્વારા સોમવાર થી બપોરે 2 વાગ્યા સુધીનો નિર્ણય લેવાયો હતો  પરંતુ ગઈ કાલે દસ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન ના સમાચારો મળતા લોકોની  ભીડ લાગી હતી
સવારથી જ વલસાડ શાકભાજી માર્કેટ ની અંદર ઘસારો હતો જ્યારે વલસાડ પોલીસ ને જાણ થતાં પોલીસે ભીડને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા
જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહેશે પરંતુ લોકો અસમંજણના લીધે પોતાના જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ લેવા સવારથી  દુકાનોની બહાર લગાવી રહ્યા છે લાઈનો વલસાડ શાકભાજી માર્કેટ તેમજ અનાજ કરિયાણાની દુકાનની બહાર જોવા મળી હતી ભીડ શુ આ રીતે કોરોના કાબૂમાં આવશો એ પ્રશ્ન છે

(11:44 am IST)