ગુજરાત
News of Monday, 19th April 2021

નર્મદા જિલ્લામાં કોરોના ફાટ્યો : શનિવારે ૩૯ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૬૨૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સોનીવાડ માં ૦૧, નરસિંહ ટેકરી માં ૦૧, રાજેન્દ્રનગર માં ૦૧, દોલત બજારમાં ૦૧, દરબાર રોડ પર ૦૧,મચ્છી માર્કેટ માં ૦૧, લાલ ટાવર પાસે ૦૧, જલારામ સોસાયટીમાં ૦૧ તથા નાંદોદના ભદામમાં ૦૧, ધાનપોર માં ૦૧, વાઘોડિયામાં ૦૧, વડીયામાં ૦૧, ચિત્રાવાડીમાં ૦૧, તરોપા માં ૦૧, લાછરસ માં ૦૧ તથા ગરુડેશ્વર ના મોટા આંબામાં ૦૧, ખડગદા માં ૦૧, વાઘડિયા માં ૦૧, સ્કૂલ ફળિયામાં ૦૧, કેવડિયામાં ૦૧,ઝરિયા માં ૦૨ તથા તિલકવાડામાં ૦૧,પહાડ માં ૦૧ તથા ડેડીયાપાડા ના નાનીબેડવાણ માં ૦૧, અલમાંવાડીમાં ૦૧, મગરદેવ માં ૦૧, દેડિયાપાડામાં ૦૧, જરગામમાં ૦૧, કેવડી માં ૦૧ તથા સાગબારાના કોચરપાડામાં ૦૧, ગાયસાવરમાં ૦૧, બોરડીફળીમાં ૦૧, નાની દેવરુપણમાં ૦૧, સીમ આમલીમાં ૦૧, સાગબારામાં ૦૧, ઘોડમુંગ માં ૦૧, નેવડીઆંબામાં ૦૧, પાટલામહુમાં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૯ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૫૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૬૧ દર્દી દાખલ છે, આજે ૨૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૫૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૬૨૮ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૯૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:24 am IST)