ગુજરાત
News of Friday, 19th April 2019

અમદાવાદ: રિવરફ્રંટમાં પાણીમાં બેફામ પ્રદુષણ વધ્યું: ઓક્સીજનનું પ્રમાણ અત્યંત નીચું જતા માછલીઓના મોતથી અરેરાટી

અમદાવાદ:સાબરમતી રિવરફ્રન્ટમાં વધી ગયેલાં બેફામ પ્રદુષણ, પાણીની ઘટેલી સપાટી, ગરમીનું વધેલું પ્રમાણ અને પાણીમાં ઓક્સીઝનનું પ્રમાણ અત્યંત નીચું જતાં હજારો માછલીઓના મોત થયા છે. રિવરફ્રન્ટમાં ફરતાં નાગરિકોએ મોટા પ્રમાણમાં મરેલી માછલીઓને પાણીની સપાટી પર તરતી જોઈ હતી. અધિકારીઓ અને કર્મચારીઓને પમ આ બાબતની જાણ થતાં દોડધામ શરૃ થઈ ગઈ હતી.

રિવરફ્રન્ટના અધિકારીઓએ પાણી ઉપર તરતી મરેલી માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ફ્લાવરપાર્ક, પાલડી, ડફનાળા, ઉસ્માનપુરા વગેરે સ્થળે મરેલી માછલીઓના કારણે તીવ્ર દુર્ગંધ પણ આવી રહી છે.

(5:56 pm IST)