ગુજરાત
News of Friday, 19th April 2019

ગાંધીનગરમાં પ્રચાર ફિક્કો દેખાતાં અમિત શાહે જિતુ વાઘાણીને ડેમેજ કન્ટ્રોલ માટે દોડાવ્યા

જિતુ વાઘાણીએ રાતે ર-ર વાગ્યે કાર્યાલય પર જઇને બેઠકો શરૂ કરી છે

નવી દિલ્હી તા.૧૯: લોકસભાની ચૂંટણીને ગણ્યાગાંઠયા દિવસો બાકી રહ્યા છે છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી છે ત્યાં પ્રચાર-પ્રસારમાં અસંતુષ્ટ કાર્યકરો દેખાતા નથી એ સંદર્ભે ભાજપનાં વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે. પ્રચાર ફિક્કો લાગતાં અમિત શાહે પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીને આ વિશે સૂચના આપી હતી. ત્યારબાદ જિતુ વાઘાણીએ રાતે ર-ર વાગ્યે કાર્યાલય પર જઇને બેઠકો શરૂ કરી છે. આ સાથે ભાજપના અસંતુષ્ટ કાર્યકરોમાં ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે.

૨૬માંથી સુરેન્દ્રનગર, પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, જામનગર અને સાબરકાંઠા બેઠક પર અસંતુષ્ટોની સંખ્યા વધારે છે. ભાજપના અસંતુષ્ટો અત્યારથી નિષ્ક્રિય બનીને ચૂંટણી પ્રચારમાં ડોકાતા જ નથી, જયારે રાજકીય બદલો લેવા કોંગ્રેસના ઉમેદવારોને સપોર્ટ કરી રહ્યા છે

(9:32 am IST)