ગુજરાત
News of Thursday, 18th April 2019

21મીએ અમિતભાઇ શાહ ફરીવાર ગુજરાતમાં :સાણંદમાં કરશે રોડ શો

પ્રચાર પડઘમ શાંત થયા પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાણંદમાં રોડ શો કરશે

 

અમદાવાદ :ત્રીજા તબક્કાના લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 21 એપ્રિલે સાણંદ ખાતે રોડ શો કરવાના છે

   અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમિતભાઈ  શાહ ઉમેદવારી પત્ર ભરતા સમયે અમદાવાદમાં રોડ શો કરી ચુક્યા છે. જે બાદ વેજલપુર અને કલોલમાં પણ શાહ રોડ શો કરી ચુક્યા છે. તેમજ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા 21 એપ્રિલે સાણંદમાં રોડ શો કરશે.

(12:58 am IST)