અમદાવાદ એરપોર્ટ પર DRI વિંગનો સપાટો :બૅંગકૉક સ્મગલિંગ થતા સોના અને વિદેશી મુદ્રા સાથે બે શખ્સોને ઝડપી લીધા ;75 લાખના મુદામાલ જપ્ત
અમદાવાદ એરપોર્ટ પરથી સોના અને વિદેશી મુદ્રાની દાણચોરી ઝડપાઇ છે DRI વિંગે ભારતથી બેંગકોક સ્મગલિંગ થતા સોના અને રોકડ સાથે બે પેસેન્જર્સને 75 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. પરષોત્તમ રાજાણી અને રાજકુમાર થરવાણી નામના શખ્સો સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેંકોક જવાના હતા. તે પહેલા બાતમીને આધારે તેમના હેન્ડબેગ ચેક કરતા તેમાંથી 25 લાખથી વધુની કિંમતના ડૉલર્સ, યુરો અને થાઈ કરન્સી મળી હતી. તેઓ આ નાણાની મદદથી બેંકોકથી સોનુ ખરીદી ભારત લાવવાના હતા. આ માટે તેમને ટ્રીપ દીઠ વીસ હજાર રૂપિયા મળવાના હતા. મુંબઈની ગોલ્ડ સ્મગલિંગ સિન્ડીકેટના તેઓ સભ્ય હતા. આ ઉપરાંત તેમની પાસેથી મળેલી માહિતીને આધારે મુંબઈથી જગદીશ નામના વ્યક્તિને 1.2 કિલો સોનાની દાણચોરી કરતો ઝડપ્યો હતો. તે ત્રિવેન્દ્રમથી મુંબઈ આવ્યો હતો. જ્યારે કે દુબઈથી આવેલા અન્ય એક પેસેન્જર પાસેથી 400 ગ્રામ સોનું ઝડપાયું હતુ.