ગુજરાત
News of Sunday, 19th March 2023

રાજપીપળામાં મુસ્લિમ વેલ્ફેર કમિટી દ્વારા રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા જમાતખાના ખાતે મુસ્લિમ વેલ્ફેર કમિટી દ્વારા રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશરે 30 યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને અન્ય ઓપેડીમાં 215 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.આ પ્રસંગે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ડોકટર અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવ્યો હતો અને દવાઓનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું.

રક્તદાન અંગે લોકોમાંથી ગેરસમજ દૂર થાય અને નિયમિત ત્રણ મહિને જો રક્તદાન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને શરીરને કોઈ નુકસાન થતું નથી એ પ્રકારની યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી જેથી કરીને તેઓ દ્વારા આપવામાં આવેલું બ્લડ કોઈક નું જીવન બચાવવામાં ઉપયોગી નીવડે ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા આવેલા ઉસ્માનભાઈ કુરેશી દ્વારા અગાઉ આઠ વખત બ્લડ ડોનેશન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું તેઓ 108 ના પાયલોટ છે અને તેઓ અકસ્માત અને ઇમર્જન્સીના સમયે લોકોને મદદ કરવાનું કામ કરે છે ત્યારે તેઓએ પણ બ્લડ આપવાથી કોઈ નુકસાન થતું નથી,શરીરને ફાયદો થાય છે અને નિયમિત ત્રણ મહિને બ્લડ ડોનેશન કરવું જોઈએ એવી હિમાયત કરી હતી
રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટીના અગ્રણી અને પાલિકા પૂર્વ સદસ્ય હાજી સલીમભાઈ સોલંકી તેમજ મુસ્લિમ અગ્રણી અનવર ભાઈ સોલંકી જાકીરભાઇ મલેક ભાઇ મનસુરી વિગેરે દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

(10:10 pm IST)