ગુજરાત
News of Sunday, 19th March 2023

વડોદરા પોલીસને ચકમો આપીને નાસી છુટેલા બુટલેગરને પીસીબીએ અમદાવાદથી ઝડપ્યો ----- વડોદરાના વિવિધ પોલીસ મથકમાં 47 ગુના નોંધાયેલા છે: ઉંમરથી પણ વધુ ગુન્હામાં સામેલ ફોટો pcb વડોદરાના વિવિધ પોલીસ મથકમાં 47 ગુના નોંધાયેલા છે, અને તાજેતરમાં વડોદરા પોલીસને ચકમો આપીને નાસી છુટેલા બુટલેગરને વડોદરા પીસીબીએ અમદાવાદથી ઝડપી પાડ્યો છે. તાજેતરમાં જ બુટલેગરને નગ્ન કરીને તેની પાસેથી પૈસાની માંગણી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે, પરંતુ હકીકતે તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી રહી છે તે તો સૌ કોઇ જાણે જ છે. વડોદરાનો હરેશ ઉર્ફે હરી ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રિય (ઉં. 31) (રહે. એસ. કે. કોલોની, વડોદરા) સામે શહેરના વિવિધ પોલીસ મથકમાં 47 જેટલા ગુના નોંધાયા છે. આ સાથે તેને કેટલીય વખત પાસા કરાયા છે, અને તડીપાર પણ કરવામાં આવ્યો છે. છતાં તેના કારનામાઓનો અંત આવતો નથી. તાજેતરમાં તે વડોદરા ગ્રામ્ય પોલીસની કસ્ટડી દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છુટવામાં સફળ થયો હતો. તેમજ તેને વડોદરા શહેર અને આણંદ જિલ્લામાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતો ફરતો હોવાથી તેની શોધ કરવામાં આવી રહી હતી. આ વચ્ચે તાજેતરમાં જ બુટલેગર હરી બ્રહ્મક્ષત્રીયને વડોદરાની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને અમદાવાદથી દબોચી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બુટલેગર અને તેના માનીતા પુત્રનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં બંનેને નગ્ન કરીને તેમની પાસેથી વિવિધ માંગ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, નાસતા ફરતા બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

વડોદરાના વિવિધ પોલીસ મથકમાં 47 ગુના નોંધાયેલા છે: ઉંમરથી પણ વધુ ગુન્હામાં સામેલ

વડોદરાના વિવિધ પોલીસ મથકમાં 47 ગુના નોંધાયેલા છે, અને તાજેતરમાં વડોદરા પોલીસને ચકમો આપીને નાસી છુટેલા બુટલેગરને વડોદરા પીસીબીએ અમદાવાદથી ઝડપી પાડ્યો છે. તાજેતરમાં જ બુટલેગરને નગ્ન કરીને તેની પાસેથી પૈસાની માંગણી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે, પરંતુ હકીકતે તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી રહી છે તે તો સૌ કોઇ જાણે જ છે. વડોદરાનો હરેશ ઉર્ફે હરી ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રિય (ઉં. 31) (રહે. એસ. કે. કોલોની, વડોદરા) સામે શહેરના વિવિધ પોલીસ મથકમાં 47 જેટલા ગુના નોંધાયા છે. આ સાથે તેને કેટલીય વખત પાસા કરાયા છે, અને તડીપાર પણ કરવામાં આવ્યો છે. છતાં તેના કારનામાઓનો અંત આવતો નથી. તાજેતરમાં તે વડોદરા ગ્રામ્ય પોલીસની કસ્ટડી દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છુટવામાં સફળ થયો હતો. તેમજ તેને વડોદરા શહેર અને આણંદ જિલ્લામાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતો ફરતો હોવાથી તેની શોધ કરવામાં આવી રહી હતી.

 

આ વચ્ચે તાજેતરમાં જ બુટલેગર હરી બ્રહ્મક્ષત્રીયને વડોદરાની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને અમદાવાદથી દબોચી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બુટલેગર અને તેના માનીતા પુત્રનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં બંનેને નગ્ન કરીને તેમની પાસેથી વિવિધ માંગ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, નાસતા ફરતા બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

(6:43 pm IST)