ગુજરાત
News of Sunday, 19th March 2023

કુંવરબાઇના મામેરૂ યોજના હેઠળ આર્થિક સહાય મળતાં લગ્ન પ્રસંગ દીપી ઉઠયો

રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાયની પિતાએ દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા

ભરૂચ ;દિકરી મારી વ્હાલનો દરિયો...જીવનભર છલકાય...માત-પિતાનું જીવન ધન્ય થઈ જાય...દિકરી મારી લક્ષ્મીનો અવતાર.. ઉક્ત પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી પિતા સંજયભાઇ વસાવાની ઇચ્છા હતી કે, તેઓ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરે ભલે પછી લોકો પાસેથી ઉછીના પૈસા લઇ દેવુ કરવું પડે...

ઘણા સામાજિક પ્રસંગોમાં પિતા સામાજિક રીત રસમ મુજબ સાદાઈથી લગ્ન તો કરાવી શકતા હોય છે. પરંતુ દીકરીને કરિયાવરમાં માટે કંઇ આપવા આર્થિક રીતે સક્ષમ હોતા નથી. અને ત્યારે જ રાજ્ય સરકાર સંજયભાઈ વસાવા જેવા અનેક પિતાઓ માટે પોતાની કાળજાના કટકા સમાન વ્હાલસોઈ દીકરીના કરિયાવર માટે કુંવરબાઈ મામેરું યોજના લઈને વ્હારે આવે છે. તો જાણીએ સંજયભાઈની વ્હાલસોઈ દિકરી શીતલબેનની આપવિતી..

હું શીતલબેન સંજયભાઇ વસાવા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના શીર ગામની વતની છું. મારા પિતા પોતે મજુરી કરી અમારા પરિવારનું ભરણ પોષણ કરી ગુજરાન ચલાવતા હતા. મારા પિતાને પણ સહજ રીતે દીકરીના લગ્નની ચિંતા રહેતી હતી. વધુમાં તેઓ જણાવતા કહે છે કે, અમારી પરિસ્થિતિ એટલી નબળી હતી કે, અમોને બે ટંકનું જમી શકાય તેટલું જ આર્થિક ઉપાર્જન થતું હતું.બચતના નામે તો દુકાળ હતો.મારા પિતા પાસે એટલા પૈસા ન હતા કે તેઓ અમારા સમાજના રીતી રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કરાવી શકે.

દરેક પિતાની ઇચ્છા હોઇ છે કે, તેઓ પોતાની દીકરીના સારી રીતે લગ્ન કરી શકે. ભલે પછી લોકો પાસેથી ઉછીના પૈસા લઇ દેવુ કરવું પડે. મારા પિતાજી સામાજિક રીતરસમ મુજબ લગ્ન તો કરાવી શકતા હતા પરંતુ મને કરિયાવરમાં માટે કંઇ આપી શકવા અસમર્થ હતા.પરંતુ. આશાના કિરણ સમાન રાજય સરકાર તરફથી આદિજાતિ કન્યાઓના લગ્ન પ્રસંગ બાદ દીકરીઓને “કુંવરબાઇના મામેરૂ” યોજના હેઠળ આર્થિક સહાય મળી શકે તેવુ આદિજાતિ કલ્યાણ નીરિક્ષક તરફથી જાણકારી મળતાં તેઓ તરફથી નિયત વિધી પૂર્ણ કરી અમોને આદિજાતિ વિકાસની કચેરી ભરૂચ તરફથી આર્થિક સહાય તરીકે રૂ.12000/- મળ્યા હતા. જેના દ્વારા હું આજ મારા ઘર વપરાશનો સામાન તથા મારા પિતાને તેઓએ લીધેલ આર્થિક સહાયમાં મદદરૂપ થઇ શકી તે બદલ હું સરકારનો દિલથી આભાર માનું છું.

   

(5:43 pm IST)