ગુજરાત
News of Saturday, 18th March 2023

પાટણમાં ધોધમાર વરસાદ :એક કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો :વિદ્યાર્થીઓનું સ્કૂલમાંથી રેસ્ક્યૂ કરાયું

પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208  બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરાયું છે.

(10:32 pm IST)