ગુજરાત
News of Saturday, 18th March 2023

વડોદરાના વાડી વિસ્તારમાં કાકા-ભત્રીજા પર ધારિયાથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: ઘરના ઓટલા પર બેસેલી યુવતીને સ્કૂટર અડી જતા તેની માતાએ સ્કૂટર ચાલકને ઠપકો આપતા સ્કૂટર ચાલક અને તેના મિત્રે ધારિયા તથા પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

વાડી દાલિયાવાડીમાં રહેતા રમીલાબેન રાજેશભાઇ ગોહિલે વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતેહું તથા મારી પુત્રી,પૂત્રવધુ તથા જેઠાણી ઘરની બહાર ઓટલા  પર બેઠા હતા.રાતે અગિયાર વાગ્યે એક સ્કૂટર પર ડબલ સવારી બે વ્યક્તિઓ અમે બેઠા હતા.ત્યાંથી નીકળવા જતા મારી પુત્રીને સ્કૂટર અડી  ગયું હતું.જેથી,અમે તેઓને સ્કૂટર ધીરે ચલાવવાનું કહ્યું હતું.તેઓ અમારા પર ઉશ્કેરાઇ ગયા હતા.અને ગાળો બોલી ત્યાંથી જતા રહ્યા હતા.સ્કૂટર પર આદિત્ય ચુનારા તથા અભય કમલેશભાઇ ચુનારા (રહે.બરાનપુરા,ચુનારા વાસ ) બેઠા હતા.થોડા સમય પછી આદિત્ય અને અભય ધારિયું તથા લોખંડની  પાઇપ લઇને ધસી આવ્યા હતા.તેઓએ અમારી સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.અમે બૂમાબૂમ કરતા મારા જેઠનો દીકરો અનિલ ગોહિલ અમને બચાવવા માટે દોડી આવ્યો હતો.અભયે ધારિયું ઉગામતા અનિલે જમણો હાથ આડો કરી દેતા તેને કાંડાના ભાગે ઇજા થઇ હતી. આદિત્યએ લોખંડની પાઇપ વડે મને ડાબા હાથે ઇજા થઇ હતી.મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.આરોપીઓએ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.વાડી પી.એસ.આઇ.આર.એલ.મકવાણાએ બંને આરોપીઓને ઝડપી પાડી હથિયારો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

(7:36 pm IST)