ગુજરાત
News of Saturday, 18th March 2023

ખોટા બીલ બનાવવાનો મામલોઃ ૭૩૩ પેઢીના GST નંબર રદ્દ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૮ : રાજ્‍યમાં ખોટા બિલો બનાવી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાના કિસ્‍સા અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં ખોટા બિલો બનાવી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવતા હોય તેવા કુલ ૩૪૯૩ કિસ્‍સા પકડાયા છે.

આ કિસ્‍સાઓમાં ઇનપુટ ટેકસ ક્રેડીટની કુલ રૂા. ૨૪૬૦.૬૦ની રકમ ચોરી પકડવામાં આવી છે. આ ખોટા બીલો બનાવી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવતા હોય તેવા વ્‍યકિત - કંપનીના જી.એસ.ટી. નંબર કાયમી રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આમા કુલ ૭૩૩ કિસ્‍સામાં જી.એસ.ટી. નંબર રદ્દ કરવામાં આવ્‍યા છે.

(1:03 pm IST)