ગુજરાત
News of Saturday, 18th March 2023

અમદાવાદની દુકાનમાંથી કિરણ પટેલે બનાવ્‍યું હતું PMOનું વિઝીટીંગ કાર્ડ : CCTV-ડોક્‍યુમેન્‍ટ્‍સ જપ્‍ત

ગુજરાત ATSની ટીમ જમ્‍મુ કશ્‍મીર પહોચી : કિરણ પટેલની કરશે પૂછપરછ : કિરણ પટેલ અને તેના પત્‍ની ચલાવે છે રાષ્ટ્રપ્રથમ નામનું સંગઠન : રાષ્ટ્રપ્રથમના બેનર હેઠળ કિરણ પટેલે અમદાવાદમાં G20 અંતર્ગત યોજી હતી કોન્‍ફરન્‍સ G20 કોન્‍ફરન્‍સમાં સચિવો અને રિટાયર્ડ સચિવોને અપાયુ હતુ આમંત્રણ

અમદાવાદ તા. ૧૮ : જમ્‍મુ કાશ્‍મીરમાં PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કથિત ઠગ કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. આ  કથિત ઠગ કિરણ પટેલ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કાશ્‍મીરમાં ઝડપાયેલા કિરણ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ ચોપડે કિરણ પટેલ વિરૂદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે. આ તરફ હવે કથિત ઠગ કિરણ પટેલ સામે તપાસ તેજ બની હોઇ હવે જમ્‍મૂ કાશ્‍મીર પોલીસ સાથે ગુજરાત ATS પણ તપાસમાં જોડાયું છે.

ગુજરાત ATSની ટીમ પૂછપરછ કરવા શ્રીનગર પહોંચી હોવાનું સામે આવ્‍યું છે. આ સાથે અને એક મોટો ખુલાસો એ થયો છે કે, કિરણ પટેલ અને તેના પત્‍ની એક રાષ્ટ્રપ્રથમ નામનું સંગઠન ચલાવતા હોઇ રાષ્ટ્રપ્રથમના બેનર હેઠળ કિરણ પટેલે અમદાવાદમાં G 20 અંતર્ગત કોન્‍ફરન્‍સ યોજી હતી. આ સાથે કિરણ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્‍ટમાં એટીએસના અધિકારીઓ અને અન્‍ય અધિકારીઓ અને નેતાઓ પણ ફ્રેન્‍ડ છે.

જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્‍યક્‍તિએ બનાવટી દસ્‍તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્‍યો હતો. ધરપકડ કરાયેલ વ્‍યક્‍તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્‍હીમાં એડિશનલ ડાયરેક્‍ટર (સ્‍ટ્રેટેજી એન્‍ડ કેમ્‍પેન્‍સ) તરીકે આપતો હતો. જમ્‍મુ-કાશ્‍મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્‍થાનિક કોર્ટે ગુરુવારે (૧૬ માર્ચ) કિરણને ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દીધો. આ વ્‍યક્‍તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો.

ગુજરાતના કથિત ઠગ કિરણ પટેલ સામે હવે તપાસ તેજ બની છે. જેને લઈ હવે જમ્‍મૂ કાશ્‍મીર પોલીસ સાથે ગુજરાત ATS પણ તપાસમાં લાગ્‍યું છે. જેને લઈ ગુજરાત ATSની ટીમ પૂછપરછ કરવા શ્રીનગર પહોંચી. ગુજરાત ATS મહાઠગ કિરણ પટેલની પૂછપરછ કરશે. આ સાથે કેટલાક અધિકારીઓ કિરણ પટેલના સોશિયલ મીડિયા ફ્રેન્‍ડ હોવાનું સામે આવ્‍યું છે.

આ તરફ હવે કથિત મહાઠગ કિરણ પટેલ મામલે વધુ એક ચોંકવાનારો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, કિરણ પટેલ અને તેના પત્‍ની રાષ્ટ્રપ્રથમ નામનું સંગઠન ચલાવે છે. તાજેતરમાં જ રાષ્ટ્રપ્રથમના બેનર હેઠળ કિરણ પટેલે અમદાવાદમાં G-20 અંતર્ગત કોન્‍ફરન્‍સ યોજી હતી. ગત ૨૯ જાન્‍યુઆરીના હોટેલ હયાતમાં કોન્‍ફરન્‍સ યોજાયેલી G-20 કોન્‍ફરન્‍સમાં સચિવો અને રિટાયર્ડ સચિવોને આમંત્રણ અપાયુ હોવાનો ખુલાસો થયો છે.

નકલી PMO અધિકારી બનેલા કથિત મહાઠગ મામલે હવે PMOનું વિઝીટીંગ કાર્ડને લઈને તપાસ શરૂ કરાઈ છે. વિગતો મુજબ વિઝીટિંગ કાર્ડ મણિનગરની દુકાનમાં બનાવ્‍યું હતુ. આ તરફ હવે પોલીસે દુકાનમાંથી CCTV ફૂટેજ અને ડોક્‍યુમેન્‍ટ જપ્ત કર્યા છે. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા પણ મહાઠગની પૂછપરછ કરાઈ છે. 

કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે. ઢગ કિરણ પટેલ અત્‍યાર સુધીમાં ૪ વખત PMO અધિકારી તરીકે J&Kની યાત્રા કરી ચુક્‍યો છે. સૂત્ર પાપ્ત વિગતો મુજબ કિરણ પટેલ સાથે ગુજરાતના અન્‍ય ૨ શખ્‍સ હોવાની માહિતી છે. કિરણ પટેલ સાથે રાજસ્‍થાનનો પણ એક શખ્‍સ હાજર હતો તેમજ રાજસ્‍થાનના વ્‍યક્‍તિની જમ્‍મૂ કશ્‍મીર પોલીસ પૂછપરછ કરી રહીં છે. જમ્‍મૂ કશ્‍મીર પોલીસની ટીમ પણ ગુજરાત પહોંચશે.  ૨૯ નવેમ્‍બર ૨૦૨૨ના કિરણ પટેલે Z+ સુરક્ષા સાથે LOC નજીક ઉરીની મુલાકાત લીધી હતી તેમજ DC બડગામે ૨૫ ફેબ્રુઆરીના શ્રીનગર-દિલ્લી જાણ કરી હતી તેમજ કિરણ પટેલે દુધ્‍પથરી ખાતે અધિકારીઓને બદલી કરાવી દેવાની ધમકી પણ આપી હતી તેવી સૂત્રો પાપ્ત વિગતો છે.

નકલી અધિકારી બનનાર કિરણ પટેલના એડવોકેટ નિસર્ગ વૈદ દવેએ ખોટી ફરિયાદ હોવાનો કહી બચાવ કર્યો છે. કિરણ પટેલના એડવોકેટે જણાવ્‍યું કે, રાજકીય મિત્રને સુરક્ષા મળી હતી અને રાજકીય મિત્રના લીધે તેઓને પણ સુરક્ષા મળી હતી. PMOને લઈને કોઈ ડોક્‍યુમેન્‍ટ નથી રજૂ કર્યા અને આ કેસને લઈને કોર્ટમાં પડકારીશુ તેમ એડવોકટે જણાવ્‍યું છે.

PMOના બોગસ અધિકારી તરીકેની ઓળખ આપનાર કિરણ પટેલ બાબતે મોટા ખુલાસો થયા છે. કિરણ પટેલ વિદેશમાંથી PHDની ડિગ્રી મેળવ્‍યાનું લોકોને કહેતો હતો તેમજ IIM TRICHYથી MBA કર્યાનો કિરણ પટેલ દાવો પણ કરતો હતો. ઓસ્‍ટ્રેલિયાની વર્જિનિયા યુનિ.માંથી PHD કર્યું હોવાનું ટ્‍વીટ પણ કર્યું હતું. કોમનવેલ્‍થ વેકેશનલ યુનિ.ના માનદ ડિરેક્‍ટરનો બોગસ લેટર પણ કિરણ પટેલે બનાવ્‍યો હતો તેમજ IIM-TRICHYમાં જઇ ફોટો પડાવી MBA કર્યાનું ટ્‍વીટ કર્યુ હતુ.

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કાશ્‍મીરમાં ઝડપાયેલા કિરણ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ ચોપડે કિરણ પટેલ વિરૂદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે. વડોદરાના રાવપુરામાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને અમદાવાદના નરોડામાં છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધાયો હતો. અરવલ્લીના બાયડમાં છેતરપિંડી હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. વડોદરાની ફરિયાદમાં સમાધાન થતા નિકાલ થયો હતો. અમદાવાદ અને બાયડના ગુનામાં કિરણ પટેલ જામીન પર બહાર હતો.

(12:04 pm IST)