ગુજરાત
News of Saturday, 18th March 2023

ડાંગના સુબીર અને સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પડતા લોકોમાં કૂતુહલ

માવઠાથી શાકભાજી તેમજ કઠોળના પાકને નુકશાનની ભીતિ

અમદાવાદ : રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. જેમાં ડાંગના સુબીર, સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ સાથે કરા પડતા લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. જો કે માવઠાથી શાકભાજી તેમજ કઠોળના પાકને નુકશાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. જેમાં હવામાન વિભાગે 17 તારીખ સુધી રાજ્યમાં માવઠાની આગાહી છે. ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણ પલટો જોવા મળ્યો હતો ,પ્રવાસન સ્થળ સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારામાં હળવો વરસાદ થયો હતો.

   

(11:13 pm IST)