ગુજરાત
News of Saturday, 18th March 2023

સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રએ સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરાઈ

કલેકટર દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા ગોઠવવા આદેશ

સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રએ સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલેકટર દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં  અલગ વ્યવસ્થા ગોઠવવા આદેશ કરવામાં આવ્યા છે. જેને લઇને કોરોનાના દર્દીઓ માટે  આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે સુરતમાંથી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

(9:19 pm IST)