ગુજરાત
News of Tuesday, 19th March 2019

લોકસભા ચૂંટણી: રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર :આઠ નામ પર મહોર :22 ઉમેદવારો અંગે ચર્ચા

સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી : થોડી કલાકોમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની શકયતા

 

અમદાવાદ :લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ પાર્ટી ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગુજરાત કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક બાદ ગુજરાતના 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. જો કે સૂત્રોનું કહેવું છે કે આઠ ઉમેદવારોના નામ નક્કી થઇ ચૂક્યા છે. જે થોડીવારમાં જાહેર થઇ શકે છે.

દિલ્હી ખાતે મળેલી ગુજરાત કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. Aicc મહાસચિવ કે.સી વેણુગોપાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના 22 ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં આઠ નામ પર મહોલ લાગી છે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનના ઘરે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં ગુજરાતની તમામ સીટો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે

(1:02 am IST)