ગુજરાત
News of Tuesday, 19th March 2019

કિમ-કોસંબા વચ્ચે ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલવે પોલ સાથે અથડાતા કમકમાટીભર્યું મોત

માથું ઘડથી અલગ: ધડ નીચે પડ્યું જ્યારે માથાનો ભાગ કિમ સુધી કોચમાં જ પડી રહ્યો

 

કિમ અને કોસંબા વિસ્તારની વચ્ચે ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીનું પોલ સાથે અથડાવતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે

  મળતી માહિતી મુજબ મૃતક યુવક ભરૂચ-વિરાર શટલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેનમાં હોળી ધૂળેટીના કારણે વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહયો હતો ધુળેટીની  રજાઓ માણવા માટે ભરૂચ અભ્યાસ કરતો યુવક ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે  ટ્રેનમાં વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યો હતો

તે દરમિયાન રેલ્વેના પોલ સાથે અથડાતા તેનું માથું ઘડથી અલગ થઇ ગયું હતું અને ઘટના સ્થળ પર કરૂણ મોત થયું હતું. મહત્વું છે, કે અકસ્માત કિમ કોસંબાની વચ્ચે રેલવે ટ્રેક પર થયો હતો.

   અકસ્માત બાદ ધડ નીચે પડ્યું હતું, જ્યારે માથાનો ભાગ કિમ સુધી કોચમાં પડી રહ્યો હતો. અકસ્માતની જાણ પોલીસ અને રેલવે પોલીસને કારાતા પોલીસે યુવકના મૃતદેહની તપાસ કરતા જણાવા મળ્યું કે યુવક ભરૂચની કોલેજમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.

(12:12 am IST)