ગુજરાત
News of Tuesday, 19th March 2019

વિરસદ પોલીસે બપોરના સુમારે બોરસદમાંથી 9 જુગારીઓને દરોડા પાડી ઝડપ્યા

વીરસદ: પોલીસે આજે બપોરના સુમારે ખાનપુર ગામના ખોડીયાર માતાના મંદિર પાસે આવેલી નહેર નજીક ખુલ્લામાં જુગાર રમતાં વિનોદભાઈ સોમાભાઈ ઠાકોર (ગોરેલ), કાન્તીભાઈ મોહનભાઈ હરિજન (ગોરેલ), દિનેશભાઈ જેઠાભાઈ વણકર (ગોરેલ), સીદ્દીક હુસેનભાઈ મલેક (ખાનપુર), જગદીશભાઈ ગોરધનભાઈ ઠાકોર (ધર્મજ)અને ભાઈલાલભાઈ પુંજાભાઈ પરમારને (ધર્મજ)ને ઝડપી પાડીને રોકડા ૧૧૫૫ જપ્ત કર્યા હતા. 

જ્યારે બોરસદ શહેર પોલીસે કંતાનનગરના ચોતરા પાસે જુગાર રમી રહેલા ઝફરૂલ્લાખાન ઉર્ફે બક્કર ઈનાયતખાન પઠાણ, મુસ્તુફા ઉર્ફે મુસા ફાચર રફ્યુદ્દીન મલેક અને ખુરશીદખાન ઉર્ફે ગેગડો મહેંદીખાન પઠાણને ઝડપી પાડીને રોકડા ૬૦૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

(5:48 pm IST)