ગુજરાત
News of Tuesday, 19th March 2019

વાસદ રેલવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે મહિલાનું કમકમાટી ભર્યું મોત

વાસદ: શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયેલા નારના વેલીબેન રતિલાલભાઈ રોહિત (ઉ. વ. ૬૦)નું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં જ વાસદ પહોંચી ગયેલી રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ કરાવ્યા બાદ તેમના વાલીવારસોને સુપ્રત કર્યો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર વેલીબેન રણુજા ગયા હતા અને ત્યાંથી ગઈકાલે સુંદણ ખાતે રહેતા તેમના ભત્રીજાને ત્યાં આવીને રોકાયા હતા અને આજે સવારના સુમારે નાર ગામે જવા માટે વાસદ આવ્યા હતા અને ટ્રેન મારફતે આણંદ અને ત્યાંથી નાર જવાનું હોય લોકલ ટ્રેન માટે પાટા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. 

 

(5:47 pm IST)