ગુજરાત
News of Tuesday, 19th March 2019

ગાંધીનગરના રખિયાલમાં નરાધમ પિતાએ ચાર દિવસીય બાળકીની કરપીણ હત્યા કરતા અરેરાટી

ગાંધીનગર: જિલ્લાના રખિયાલ પંથકના મોટી માસંગ ગામે નવ મહિના અગાઉ પીયરમાં રહેલી પરિણીતાએ બાળકીને જન્મ આપતાં ચાર દિવસ બાદ તેનો પતિ ત્યાં ગયો હતો અને છરીના ઘા ઝીંકી ચાર દિવસની બાળકીને મોતના ઘાટ ઉતારી હતી. જે કેસ ગાંધીનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલોની દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપી પિતાને અઢી વર્ષની કેદની સજા ફટકારી છે.આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક અમરાપુરા ગ્રામ ભારતી ખાતે રહેતા વિષ્ણુજી કનુજી રાઠોડના લગ્ન દહેગામ તાલુકાના મોટી માસંગ ગામે રહેતી વિમળાબેન સાથે થયા હતા અને આ લગન જીવનથી તેમને પાંચ દિકરીનો જન્મ આપ્યો હતો. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે ૧૮ સાહેદો તપાસ્યા હતા અને તપાસ અધિકારીની જુબાની લીધી હતી અને દલીલો કરી હતીકે આરોપીએ ખુબજ ખરાબ કૃત્ય કર્યું છે. સમાજમાં અત્યારે દીકરીઓ વધાવવાની અને ભણાવવાની જાગૃતિ ફેલાઈ રહી છે ત્યારે આરોપીએ આચરેલા કૃત્યને કારણે તેને કાયદામાં દર્શાવેલી પૂરેપુરી સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. જેના પગલે કોર્ટે આરોપી વિષ્ણુજી રાઠોડને અઢી વર્ષની સજાનો હુકમ કર્યો હતો. 

(5:45 pm IST)