ગુજરાત
News of Tuesday, 19th March 2019

સુરતના સલાબતપુરામાં કાપડના વેપારીને સંબંધીએ 1.37 લાખનો ચૂનો ચોપડ્યો

સુરત:સલાબતપુરા માલીની વાડી ખાતે કાપડનો વેપાર કરતાં સીટીલાઇટ રોડ ના યુવાન વેપારી પાસેથી વિતેલા સાત વર્ષ દરમિયાન રૂ.૧.૩૭ કરોડનું કાપડ મંગાવી નોઈડામાં વેપાર કરતા સંબંધીએ આજદિન સુધી પેમેન્ટ નહીં કરતાં સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સીટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે સૂર્ય દર્શન એપાર્ટમેન્ટ ઘર નં.સી/૭૦૫ માં રહેતાં ૩૬ વર્ષીય વરૂભઈ સુદેશમોહન સાધ સલાબતપુરા માલીની વાડી ભાલાવાળા એપાર્ટમેન્ટ દુકાન નં.૨૪ - ૨૬ માં સ્પર્શ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ.આર. સિલ્ક ફેશન અને આદિત્ય ક્રિએશનના નામે પોલીસ્ટર અને સિલ્ક કાપડનો વેપાર કરે છે. વર્ષ ૨૦૧૨ માં ઉત્તર પ્રદેશ નોઈડાના સેક્ટર ૬૩, ડી/૭૩ ખાતે રકમ એક્ષ્પોર્ટ, રકમ સોર્સીગ અને રકમ રીટેલ્સના નામે પોલીસ્ટર અને સિલ્ક કાપડ ખરીદી તેના ઉપર પ્રિન્ટીંગ કરી એક્સપોર્ટનો વેપાર કરતાં તેમના સંબંધી અવિનાશ રાજકુમાર સાધે ધંધામાં મોટો લાભ થવાનું પ્રલોભન આપી વેપાર શરૂ કર્યો હતો. 

 

(5:44 pm IST)